આવ્યા તારા દ્વારે રે પ્રભુ, ખાલી અમે તો નથી રહેવાના
માગણી થાય પૂરી કે ના પૂરી અમારી, તારા આશીર્વાદ તો મળવાના - ખાલી...
વ્યાપક દૃષ્ટિના દર્શન, મળતા તારી નજર, તારી નજરમાં દર્શન થવાના - ખાલી...
ટૂંકા હૈયામાં ના સમાવી શકીએ તને, તારી મૂર્તિમાં દર્શન તારા કરવાના - ખાલી...
કરી ના શકીએ, શું જોઈએ, શું ના જોઈએ, રાહ સાચીના દર્શન તો થવાના - ખાલી...
શક્યા નથી ભૂલી અસ્તિત્વ અમારું, તારા અસ્તિત્વમાં અમે રહેવાના - ખાલી...
આવી રોજ, બનશું લીન કદી, વાદળ શંકાના અમારા તો હટવાના - ખાલી...
આનંદસાગર તો છે જ્યાં તું રે પ્રભુ, સ્પર્શ આનંદના તારા મળવાના - ખાલી...
મેળવીશું શું, ના જાણીએ અમે, જાણીએ તારી દૃષ્ટિમાં તો રહેવાના - ખાલી...
આવીશું જ્યાં પાસે તો તારી, તારાથી દૂર અમે નથી તો રહેવાના - ખાલી...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)