Hymn No. 3829 | Date: 20-Apr-1992
|
|
Text Size |
 |
 |
1992-04-20
1992-04-20
1992-04-20
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15816
સાર ગોતશો જગનો તો મળશે એક જ સાર, છે પ્રેમ તો જગનો સાર
સાર ગોતશો જગનો તો મળશે એક જ સાર, છે પ્રેમ તો જગનો સાર કોઈને કોઈમાં, કોઈ ચીજમાં તો છે પ્યાર, થોડો કે વધુ, છે સહુને માયામાં પ્યાર ભેગી કરતા ને કરતા થાકે ના જગમાં, રહેવું છે જગમાં જ્યાં દિન ચાર માયા ના છોડતા, રચ્યા રહે એમાં, છે સહુને નગદ્નારાયણથી તો પ્યાર છે સહુને તો જગમાં, કોઈને કોઈથી પ્યાર, છે પ્રભુને તો સહુથી પ્યાર હરેક ચીજમાંથી તો સહુ ગોતે છે સાર, ભૂલે છે સહુ, છે પ્રેમ તો જગનો સાર કરતા ને કરતા રહે માનવ, માયાથી જ્યાં પ્યાર, બને પ્રભુ ત્યાં તો લાચાર કરે જગમાં સહુ માયાનો જેટલો વિચાર, કરે ના પ્રભુનો તો એટલો વિચાર યુગોને યુગોથી જગમાં, ચાલુને ચાલુ રહી છે વિચારની આ રફતાર છે સાર સહુને તો પ્રભુ, ટકશે જ્યાં આ વિચાર, ખૂલશે ત્યાં પ્રભુના દ્વાર
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
saar gotasho jagano to malashe ek j sara, che prem to jagano saar
koine koimam, koi chijamam to che pyara, thodo ke vadhu, che sahune maya maa pyaar
bhegi karta ne karta thake na jagamam, rahevu che jagamoda jya din
charya rahe emam, che sahune nagadnarayanathi to pyaar
che sahune to jagamam, koine koi thi pyara, che prabhune to sahuthi pyaar
hareka chijamanthi to sahu gote che sara, bhule che sahu, che prem to jagano saar
java many, pyaar rahe prabhu tya to lachara
kare jag maa sahu mayano jetalo vichara, kare na prabhu no to etalo vichaar
yugone yugothi jagamam, chalune chalu rahi che vicharani a raphatara
che saar sahune to prabhu, takashe jya a vichara, khulashe tya prabhu na dwaar
|