Hymn No. 3832 | Date: 22-Apr-1992
|
|
Text Size |
 |
 |
પહોંચવું હશે જગમાં તો જ્યાં, પહોંચી ના શકીશ, પગ તારા જો બંધાયેલા હશે લેવું કે દેવું હશે જગમાં તારે, લઈ કે દઈ ના શકીશ, હાથ તારા જો બંધાયેલા હશે આવકારી ના શકીશ તું બીજા વિચારોને, જો વિચારો તારા, બંધાયેલા હશે ના સ્વીકારી શકીશ તું જગમાં બુદ્ધિથી, જો બુદ્ધિ તારી બંધાયેલી હશે સાચા કે ખોટા, ભાવો જગમાં ના સ્વીકારી શકીશ, જો ભાવો તારા બંધાયેલા હશે અપનાવી ના શકીશ, જગમાં સહુ કોઈને હૈયું તારું જો, મારા તારાથી બંધાયેલું હશે મન તારું સ્થિર ના રહી શકશે જગમાં, જ્યાં મન તારું શંકાથી બંધાયેલું હશે ઝીલી શકશે પ્રકાશ હૈયું તારું ક્યાંથી, જો અજ્ઞાનના અંધારે બંધાયેલું હશે નજર તારી સત્ય પારખી શકશે ક્યાંથી, નજર તારી જો માયાથી બંધાયેલી હશે સાચી ભક્તિ તારા હૈયે જાગશે ક્યાંથી, જો હેયું તારું મોહથી બંધાયેલું હશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|