લીલા થોરમાં કાંટા ઉગાડ્યા એણે
ગુલાબ ફૂલમાં ફોરમ પાથરી જેણે
વિવિધ ફૂલોમાં રંગ પૂર્યા એણે
વિવિધ સુગંધથી મહેકાવ્યા જેણે
રણોના વેરાનમાં રેતી પાથરી એણે
નદી સરોવરમાં જળ ભર્યું જેણે
અસહ્ય તાપમાં તપાવ્યા એણે
અકલ્પ્ય ઠંડીમાં થિજાવ્યા જેણે
હરણની આંખોમાં નિર્દોષતા ભરી એણે
હિંસક પશુમાં વિકરાળતા ભરી જેણે
વિવિધ રોગો ઉત્પન્ન કર્યાં એણે
ધરતી ભરી વનસ્પતિથી જેણે
સૂરજના તેજમાં પ્રકાશ પાથર્યો એણે
ચંદ્રના કિરણમાં શીતળતા પાથરી જેણે
પુરુષોના હૈયામાં કઠોરતા ભરી એણે
સ્ત્રીના હૈયામાં કોમળતા ભરી જેણે
માનવમાંથી ચોર-લૂંટારા ઊભા કર્યા એણે
એમાંથી સંતો પણ ઊભા કર્યા જેણે
માટીના પૂતળામાં પ્રાણ પૂર્યા એણે
સઘળું કરીને જાત છુપાવી જેણે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)