Hymn No. 3835 | Date: 23-Apr-1992
|
|
Text Size |
 |
 |
ક્યારે, ક્યારે, ના કોઈ કહી શકશે, થાશે દર્શન પ્રભુના જીવનમાં ક્યારે લઈ કર્મો સાથે ને સાથે, આવ્યા સહુ જગમાં, આવ્યા સહુ જગના દ્વારે ઊછળે ઇચ્છાના ઉછાળા, વિચારોના વમળો, સહુના હૈયે હૈયે તો જ્યારે ક્યારે, ક્યારે, ના કોઈ કહી શકશે, પલટાશે પાસા જીવનમાં તો ક્યારે ક્યારે, ક્યારે, મળશે ને મળતા રહેશે કોણ કહી ના શકશે, એ તો ક્યારે ક્યારે, ક્યારે, ના કહી શકશે કોઈ જીવનમાં, અટકી જાશે અસ્તિત્વ જગનું ક્યારે ક્યારે, ક્યારે, ના કહી શકશે કોઈ, દઈ જાશે પળો, સુખ કે દુઃખ જીવનમાં ક્યારે ક્યારે ક્યારે, ના કહી શકશે કોઈ, આવશે કે અટકશે વિચારો તો ક્યારે ક્યારે, ક્યારે, ના કહી શકશે કોઈ જીવનમાં, થાશે મુક્ત એ તો ક્યારે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|