થયું એ તો થયું, ના થવું જોઈએ જે, તોય એ તો થયું
મનડું ને ચિતડું જીવનમાં તો મારું, વિચલિત તો થયું
રાખવું હતું સ્થિર તો એને, સંજોગોએ ના રહેવા એને દીધું
થયું એ તો થયું, મારી નિર્બળતાની યાદ આપી એ તો ગયું
પ્રેમથી સાંચવ્યું એને ઘણું, હાથમાં તોય ના એ તો રહ્યું
કરવા સ્થિર એને, યત્નો ને યત્નોમાં, મને એ ગૂંથતું રહ્યું
ના થાક્યું જીવનમાં એ તો, જીવનમાં મને એ તો થકવી ગયું
અનિશ્ચિતતાની પળોથી જીવન મારું, ભર્યું ને ભર્યું એમાં તો રહ્યું
હાથમાં જ્યાં ના એ રહ્યું, નિરાશામાં ડુબાડતું મને એ તો ગયું
યત્નશીલ જ્યાં હું રહેતો ગયો, હાથમાં ને હાથમાં, આવતું એ તો રહ્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)