વિશ્વાસે-વિશ્વાસે, હંકારજે તું નાવડી, હંકારજે જીવનમાં તું વિશ્વાસે
આવશે આફતો, પડશે કરવો સામનો, હંકારજે જીવનમાં એને તું વિશ્વાસે
થાશે ઊંચી-નીચી જીવનમાં નાવડી, રાખજે સ્થિર, એને તું વિશ્વાસે
સાથ નથી કોઈ બીજાનો, રાખી દયા ધરમને સાથે, કરજે સામનો, એક જ વિશ્વાસે
શ્વાસ તારા જાશે ઉપર ચડી, ટકી શકાશે ખાલી એમાં તો, એક જ વિશ્વાસે
ફેલાયેલું હશે ચારેકોર અંધારું, પડશે હંકારવી તો એમાં, એક જ વિશ્વાસે
ના મળવાનું હશે, ના કોઈ હશે ત્યાં, પડશે રહેવું ત્યાં તો એક જ વિશ્વાસે
કરીશ ઊભા ચિંતાના ભારા, પડશે ઊંચકવા તારે, રહેજે તું એક જ વિશ્વાસે
નથી ત્યાં કાંઈ ચીજ બીજી, પડશે રહેવું તારે ને તારે તો એક જ વિશ્વાસે
બની જાશે, વિશ્વાસ, પ્રભુ તો તારો, હંકારી શકીશ ક્ષણ, તું એક જ વિશ્વાસે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)