પ્રેમનાં પુષ્પો, હૈયે હજી, પૂરાં ખીલ્યાં નથી, નાશ કરવા, સંજોગો, રહ્યા છે તડપી
સંભાળી લેજે રે માડી, મને તું લેજે સંભાળી (2)
સત્ પથની રાહ હજી જડી નથી, માયામાં ડગમગતા પગલાં સ્થિર થયા નથી – સંભાળી…
લેવા નિર્ણય સાચો રે જીવનમાં, બુદ્ધિ સ્થિર હજી તો થઈ નથી – સંભાળી…
માયામાંથી ફુરસદ હજી મળી નથી, કાળ રાહ જોઈ કાંઈ ઊભો રહેવાનો નથી – સંભાળી…
પાપના ભારની બેડી પગથી છૂટી નથી, પગ તારા દ્વારે ઊપડતા નથી – સંભાળી…
કારણ વિના જગમાં કાંઈ બનતું નથી, ગોત્યું કારણ, જગમાં જલદી જડતું નથી– સંભાળી…
નિર્મળ હાસ્ય જીવનમાં ગયા ભૂલી, જગમાં રડયા વિના તો રહ્યાં નથી – સંભાળી…
મેળવવા ને મેળવવા જગમાં અમે રહ્યા મથી, મેળવવું શું જગમાં, એ સૂઝતું નથી–સંભાળી…
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)