છે જ્યાં બધું તારી પાસે ને પાસે, ઊણપ જીવનમાં તને શાની લાગે છે
છે પ્રભુ તો જ્યાં જગનાં કર્તા, છે જ્યાં એ તો તારી સાથે ને સાથે - ઊણપ...
છે શક્તિશાળી મનડું તારી પાસે, છે એ તો એનું ને એનું દાન તને - ઊણપ...
છે વિપરીત સંજોગો તો તારી સામે, દીધી છે બુદ્ધિ હાથમાં તારે - ઊણપ...
આવવા ના દે કમી એ તારા જીવનમાં, રહ્યો જ્યાં તું એના પૂરા વિશ્વાસે - ઊણપ...
ભર્યાં છે હૈયે જ્યાં સાચા ભાવો, ભાવભર્યું હૈયું તો છે જ્યાં તારી પાસે - ઊણપ...
કર્મો તો જીવનમાં કરવાં પડશે, કરવા કર્મો, તનડું ને મનડું છે તારી પાસે - ઊણપ...
થયા મેળાપ, પડયા ભલે વિખૂટા, જીવનમાં સહુ કંઈ લઈ ને કાંઈ દઈ જાય છે - ઊણપ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)