પાડયા ભલે વિખૂટા, કર્મોએ તુજને તો, મુજથી રે પ્રભુ
કરી કર્મો, કર્મો થકી રે પ્રભુ, આપણે તો, પાછા મળીશું
તારી માયાએ નાખી દીધા છે આપણી વચ્ચે, પડદા રે પ્રભુ
ચીરીને એ પડદા રે પ્રભુ, આપણે તો પાછા મળીશું
હૈયે ઇચ્છાઓને ઇચ્છાઓને, ભમાવી દે છે મને રે પ્રભુ
શમાવી ઇચ્છાઓને જીવનમાં રે પ્રભુ, આપણે તો પાછા મળીશું
વિચારો ને મનથી તું મારી સાથેને સાથે છે રે પ્રભુ,
તૂટવા ના દેતો એ ધારાને તું મુજથી, આપણે તો પાછા મળીશું
વિકારો ને વિકારોના તાંતણાથી બંધાયેલો હું છું રે પ્રભુ
તોડી જીવનમાં તાંતણા એના રે પ્રભુ, આપણે તો પાછા મળીશું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)