તને તારું છે, સહુને સહુનું છે, સ્વમાન સહુને સહુનું વહાલું છે
સહી લેવું પડે, અપમાન ભલે, મજબૂરીનું એ તો લહાણું છે
કરી અપમાન અન્યનું, મિથ્યા સંતોષ વિના શું મળવાનું છે
હણી સ્વમાન અન્યનું, હાથમાં તારા તો, એમાં શું આવવાનું છે
છે કોશિશો જગમાં તો સહુની, હણાય ના સ્વમાન, એ જોવાની છે
કર્યું જ્યાં અપમાન અન્યનું, વસતા એમાં પ્રભુને દુઃખ આપ્યું છે
રાખી ના શક્યા કાબૂ ખુદ પર, પ્રદર્શન એનું થાતું આવ્યું છે
શોભે ના જીવનમાં એ તો, જીવનમાં સહુએ એ તો ત્યજવાનું છે
કરીશ અપમાન જ્યાં તું, તારા ધરમ પર પાણી ફરવાનું છે
વિના કારણ હણીશ સ્વમાન અન્યનું, વેર ત્યાં તો બંધાવાનું છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)