એ તો તારા નથી, એ તો તારા નથી (2)
તારા સુખમાં રાજી નથી, તારી પ્રગતિમાં જે રાજી નથી, એ તો તારા નથી
કરતા ને કરતા રહે હેરાન તને સદા જીવનમાં, એ તો તારા નથી
ગણીને એને પોતાના, તારા જીવનમાં, છેતરાયા વિના રહેવાનો નથી
પારકા પણ જીવનમાં જે સદા સાથમાં રહ્યાં, પારકા એને ગણવાના નથી
રસ્તા રોકીને ઊભા રહે, હટવાને જે તૈયાર નથી, એ તો તારા નથી
હર વાતમાં જેને ઓછું આવે, હર વાતમાં જેને વાંધો પડે, પોતાના ગણવાની ભૂખ કેમ નથી
હૈયાંમાં જેના પ્યાર નથી, વેર વિના બીજી વાત નથી, એ તો તારા નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)