આજકાલ-આજકાલ કરતા, જોજે કાર્ય તારા અધૂરા ના રહી જાય
નવરા બેસી ઉદ્દેશ વિનાનું જીવન વિતાવી, વળશે ના તારું એમાં કાંઈ
કર્યું હશે જેવું, રહેશે એ તારા હાથમાં, બીજું ના કાંઈ તને આપી જાય
છે કરવું તો જ્યાં હાથમાં તારા, મનમાં ને મનમાં શાને તું મૂંઝાય
બધી ઇચ્છા તો થાય ના પૂરી તો જગમાં, કોઈ ને કોઈ તો અધૂરી રહી જાય
અધૂરાનું ને અધૂરાનું કરતા અફસોસ, લૂંટે આનંદ, પૂરો થયો ના સદાય
થઈ નથી ઓળખ પૂરી તને તો તારી, જોજે ઓળખ તારી અધૂરી ના રહી જાય
લાગી ગઈ છે ભૂખ તને આજે તો જીવનમાં, કાલ પર ના કાંઈ એ તો છોડાય
મળ્યું છે ને છે પાસે આજે જીવન તારું, કોઈ વાત કાલ પર કેમ કરીને છોડાય
છોડતો ને છોડતો જઈશ કાલ પર તું બધું, અધૂરું ને અધૂરું એ તો રહી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)