કેમ પ્રભુ, તને તો આજ મેં કહી દીધું (2)
હૈયું મારું ખાલી જરૂર થઈ ગયું, સહનશીલતાનું એકરારનામું ખુલ્લું કરી દીધું
હતું હૈયાંમાં મારા, જ્યાં એ છૂપું, મારી ચિંતાનું કારણ તો એ હતું
થઈ ગયું ખુલ્લું જ્યાં તારી પાસે રે પ્રભુ, તારી ચિંતાનું કારણ એ બન્યું
રાખવું હતું છૂપું જેને રે હૈયાંમાં રે પ્રભુ, આજ તારી પાસે ખુલ્લું એ થઈ ગયું
કરી રહ્યું હતું ઉત્પાત મુજમાં ઘણું, કરી ખાલી, તારા ઉત્પાતનું કારણ બની ગયું
સહનશીલતાની મારી પારાશીશી ખૂટી, કેમ આજ તને મેં એ કહી દીધું
રાતદિનની હતી રખવાળી તારી, કેમ અને ક્યારે મુજમાં એ પ્રવેશી ગયું
ગણ્યા તને મેં શું મારા, કે જીવનમાં મારાથી સહન ના થયું
ફરિયાદ નથી એ મારી તને, ગણતો ના ફરિયાદ એને મારી તો પ્રભુ
કરતા-કરતા વાત તને મારી રે પ્રભુ, હૈયું મારું ખાલી થઈ ગયું, એ થઈ ગયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)