રે તારા અંતરમાં રે, રે તારા અંતરમાં રે (2)
તારા અંતરમાં તો છે આજ ધમાલ શાની, છે આજ ધમાલ તો શાની રે
રહી ગઈ છે શું અંતરમાં ઊંડે, કોઈ આશા અધૂરી, કે ગઈ છે આજ એ તો ઊછળી રે
કોઈ અપમાનની યાદ ગઈ છે જાગી, ગઈ છે ધમાલ, શું એ તો મચાવી રે
શું તારા કે કોઈના ક્રોધનો ગયો છે તું શિકાર બની, દીધું છે અંતર એણે હલાવી રે
શું તારા ને તારા માનેલાએ દીધો છે દગો, શું સહન કરવાની આવી છે તારી વારી રે
દીધો હતો આશ્રય જીવનમાં તો જેને, શું ગયો છે એ તો આશ્રય છોડી રે
પરિશ્રમે કરી હતી લક્ષ્મી ભેગી, કરી ગઈ શું એ તારા જીવનમાં આંખ મિંચોલી રે
શું થઈ ગયું છે જીવનમાં નુકશાન તો ભારી, ગયો છે શું એમાં તું હિંમત હારી રે
દીધી છે માંદગીએ જીવનમાં શું હતાશા ભારી, કે દીધી છે જીવનમાં આશા છોડી રે
ધ્યેયની પૂર્તિ, જીવનમા શું ના ફળી, કે રાહતની આશા જીવનમાં દૂર દેખાણી રે
શું અનિશ્ચિતતા ભરી છે હૈયાંમાં તારી રે, ગઈ છે શું એ ઉપાધિ તો લાવી રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)