થાવું છે રે, થાવું છે રે જીવનમાં, સફળ સહુએ તો થાવું છે
આશા લઈ સહુ આવ્યા તો જગમાં, પૂરી સહુએ એ તો કરવી છે
સહુ કાજે તો છે, ફાંફાં તો સહુના, દુઃખના રોદણાં સહુના ચાલુ છે
રાહ ભૂલેલા છે સહુ તો રાહી, સાચી રાહે સહુએ તો ચાલવું છે
થાવું છે જે, થયા નથી જીવનમાં, અફસોસ સહુને તો એ સતાવે છે
નિષ્ફળતાના ઘૂંટડા છે તો કડવા, દૂર સહુએ એનાથી તો ભાગવું છે
સફળતાની જવાબદારી ગમે સહુને, નિષ્ફળતાની ના કોઈની તૈયારી છે
મંઝિલ તો છે સફળતાની નિશાની, મંઝિલે સહુએ પહોંચવું છે
કારણ વિના ના નિષ્ફળતા મળે, કારણ ના કોઈએ ગોતવું છે
છે પ્રભુ તો જીવનમાં સફળતાની ચરમસીમા, સહુએ એમાં સમાવું છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)