સમાવું છે જ્યાં તારે પ્રભુમાં, અસ્તિત્વ તારું એમાં ઓગાળી દેજે
રહી ના શકશે અસ્તિત્વ બે સાથે, અસ્તિત્વ તારું તું મિટાવી દેજે
નથી કાંઈ એ સ્થૂળ, છે એ વિકાર રહિત, વિકાર તારા તું હટાવી દેજે
છે એ તો સાથેને સાથે, પાસેને પાસે, અનુભવ એનો તું કરી લેજે
પ્રેમની ધારા તો છે સદા એની વહેતી, ધારા સદા એની તું ઝીલી લેજે
ગણી એને તારાથી જુદીને જુદી, જુદા ના તુજથી એને તું બનાવી દેજે
સાચવવા એને સદા કરજે યત્નો સદા, યત્નોને સાધના તારી બનાવી દેજે
ખાત્રી છે તારા અસ્તિત્વની તને જેટલી, વિશેષ એનામાં તું ધરી લેજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)