ના સમજાયું રે, ના સમજાયું રે, કેમ તને જીવનમાં, ના આ તો સમજાયું રે
વાળ્યો દાટ અહંમે જીવનમાં તારો રે, કેમ તને જીવનમાં, ના આ સમજાયું રે
રોકી ના શક્યો જ્યાં તું ક્રોધની ધારા, જીવન એમાં તારું તો બળ્યું રે - કેમ...
રૂપની લાલસા જાગી ઘણી જગમાં તને, ભૂલ્યો કેમ એને તો છોડવાનું રે - કેમ...
રોક્યા રસ્તા જીવનમાં તારા, તારાએ, કેમ ના સૂઝ્યું એને તો ત્યજવાનું રે - કેમ...
બંધાતો ને બંધાતો રહ્યો તું દુઃખોથી, જીવનમાં દુઃખી એમાં થાવું પડ્યું - કેમ...
શબ્દોના માર લખે જીવનમાં જ્યારે ને ત્યારે, હૈયું તારું એમાં તો કેમ ઘવાયું રે - કેમ...
જીવનમાં તો કરવા પડે સામના ને સામના, હૈયું તારું કેમ એમાં તો મૂંઝાયું રે - કેમ...
સહી ના શકયો અપમાન જીવનમાં તું તારું, અપમાન અન્યનું તો કેમ કર્યું રે - કેમ...
સહી નથી શક્તો દંડ, ભૂલની તું તારી, અન્યની ભૂલને તેં કેમ દંડયું રે - કેમ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)