વસ્યા છે જગમાં, પાપી ને પુણ્યશાળી, છે બંને તો પ્રભુના સંતાન
ભેદભાવ ધરીને હૈયે, જગમાં શાને ભૂલતો રહ્યો છે, તું તારું ભાન
સ્વચ્છંદી ને વૈરાગી વસ્યા છે તો જગમાં, છે બંને તો પ્રભુના સંતાન
સત્કર્મી ને દૂષ્કર્મી, રહ્યા છે જગમાં તો સાથ, છે બંને પોત પોતામાં ગુલતાન
અજ્ઞાની ને જ્ઞાની મળે તો જગમાં, છે બંને તો પ્રભુના સંતાન
જવાબદાર ને બેજવાબદાર, મળતાં રહેશે જગમાં, છે બંને તો પ્રભુના સંતાન
ગોરા કે કાળા, લાંબા કે ટૂંકા, મળશે તો જગમાં, છે બધા તો પ્રભુના સંતાન
વેરી હો કે પ્રેમી હો, મળશે બધા તો જગમાં, છે બધા તો પ્રભુના સંતાન
કૃપણ હો કે દાનવીર, રહેશે મળતાં તો જગમાં, છે બધા તો પ્રભુના સંતાન
શંકાશીલ કે પૂર્ણ વિશ્વાસુ, મળશે તો જગમાં, છે બધા તો પ્રભુના સંતાન. –
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)