સંભાળીને સંભાળીને ચાલજે તું જીવનમાં, જીવન તો, તારું ને તારું છે
કરીશ ભૂલોને ભૂલો જરાપણ તું જીવનમાં, ભોગવવાનું તારે ને તારે છે
જાણતો નથી શું છે સાથે, કોણ છે સાથે, સત્ય સદા સાથે રહેવાનું છે
ચેતતો નર રહે સદા સુખી જીવનમાં, સદા આને તો ગૂંથવાનું છે
દેખાશે કાંઈ જુદું, નીકળશે કાંઈ જુદું, સદા તૈયાર તો રહેવાનું છે
ના જીવન કાંઈ સીધું છે, ચડાણ ઊતરાણથી સદા એ તો ભરેલું છે
ખાડા ટેકરા આવશે ઘણા, લપસણી ધરતીથી તો સદા બચવાનું છે
ઉદ્દેશ કે રાહ વિનાનું જીવન, અરે એવા જીવનનું ના કાંઈ ઠેકાણું છે
તારા જીવનની કિંમત સમજાય, જીવન એવું તો જગમાં જીવવાનું છે
પ્રેમ, ભક્તિ, ભાવની ઊણપ, આવે ના જીવનમાં, એવું તો જીવવાનું છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)