છે તસવીર તારી તો પ્રભુ, આંખ સામે મારા, તારા દર્શનની મંઝિલ બની ગઈ
તારા પ્રેમની ઝંખનાની પ્રાપ્તિ રે પ્રભુ, મારા જીવનની રાહ એ તો બની ગઈ
ભક્તોના જીવન ને કથન રે પ્રભુ, મારા જીવનની દીવાદાંડી એ તો બની ગઈ
તારામાંની તન્મયતાને સ્વીકાર હૈયે રે પ્રભુ, મારા હૈયાની ઝળહળતી જ્યોત બની ગઈ
ભક્તિભાવ ને તારામાં તલ્લીનતા રે પ્રભુ, તારા દર્શનના દ્વાર ખુલ્લા કરી ગઈ
હૈયે, તારા પ્રેમની જ્યોત રે પ્રભુ, તારા તરફની મુસાફરીની શરૂઆત બની ગઈ
લીનતામાં ને લીનતામાં જાગૃત થાતી રહી ચેતના, અનુભવની નીસરણી બની ગઈ
તારામાં ને તારામાંના ભાવો ગયા જ્યાં વધતા, જગ વિસ્મૃતિના દ્વાર ખોલી ગઈ
હટયા જ્યાં ભેદ તુજમાં ને મુજમાં, અજબ-ગજબના ખજાના એ આપી ગઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)