એક નજર કર આ સૃષ્ટિ પર, ઓ વેદોના રચનાર
હવે વાર ન કરતો પ્રગટ થવામાં, ઓ ગીતાના ગાનાર
માનવ માનવનો વેરી બન્યો છે, ઓ દયાના અવતાર
માતપિતા બંધુભગિનીનાં હૈયાં સુકાણાં, ઓ કૃપાના દાતાર
માનવ ખુદ ભગવાન બનીને કરે ખોટો બુલંદ પ્રચાર
નજીવા સ્વાર્થ ખાતર ગળાં કપાતાં, ઓ સૃષ્ટિના સરજનહાર
અસત્યની બોલબાલા સઘળે દેખાતી, ઓ જગતના રક્ષણહાર
માનવના હૈયામાંથી કેમ તું ભાગ્યો, ઓ માનવને ઘડનાર
સંતો, ભક્તો, ત્રાસેલાના હૈયાની હવે સુણજે તું પુકાર
હવે વાર ન કરતો પ્રગટ થવામાં, ઓ ગીતાના ગાનાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)