Hymn No. 3932 | Date: 05-Jun-1992
|
|
Text Size |
 |
 |
મારી પાસે નથી, મારી પાસે તે નથી, શું તારી ફરિયાદ આ હકીકત નથી મને કોઈ સાંભળતું નથી, મને કોઈ સાથ દેતું નથી, શું તારી તો આ ફરિયાદ નથી ખાધો માર તેં તો જીવનમાં, સદા ગફલતમાં રહી, શું તારી આ તો હકીકત નથી રાખતોને રાખતો રહ્યો મનને ફરતું, રહ્યું ના એ હાથમાં, શું તારી આ તો ફરિયાદ નથી કહેતાં તું અચકાયો અહંનો માર્યો, કહી પ્રભુને શક્તો નથી, શું તારી આ તો હકીકત નથી દોડ માયા પાછળની, કામ ના આવી, ખટકે છે હૈયે તને આ, શું આ તારી હકીકત નથી છૂટવું છે તારે તો દુઃખથી, થાવું છે મુક્ત એનાથી, થયો નથી, શું તારી આ ફરિયાદ નથી હવામાં હવાતિયાં માર્યા, જીવનમાં મૃગજળ વિના મળ્યું નથી, શું તારી આ હકીકત નથી મૂંઝારો વધતો રહ્યો, કરવું શું, પ્રશ્ન હૈયે જાગતો રહ્યાં, શું તારી આ હકીકત નથી સૂઝ્યું બીજું બધું, હજી જીવનમાં ના સૂઝ્યું, શરણ પ્રભુનું લેવું, શું તારી આ હકીકત નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|