Hymn No. 3934 | Date: 07-Jun-1992
|
|
Text Size |
 |
 |
આવ્યાં જગમાં તો સહુ, જગનાં રે દ્વારે, પોત પોતાના કર્મના આધારે
Aavya Jagama To Sahu, Jagana Re Dwaare, Pot Potana Karmona Aadhaare
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
આવ્યાં જગમાં તો સહુ, જગનાં રે દ્વારે, પોત પોતાના કર્મના આધારે બને ભાગ્ય સહુનું તો કર્મના સહારે, લાવ્યા ભાગ્ય તો સહુ સાથેને સાથે લખાયું છે ભાગ્ય તારું જ્યાં કર્મના આધારે, બદલાશે એ કર્મના સહારે જાણતાં નથી કર્મ તો જ્યાં, જાણતા નથી ભાગ્ય ત્યાં, છે હવે કર્મ તારા હાથમાં રે કરશે વિચલિત ભાગ્ય ને કર્મ તારા, પડશે મુશ્કેલ રહેવું ત્યાં, પ્રભુના વિશ્વાસે કરવો પડશે, રાખવો પડશે પ્રચંડ પુરુષાર્થ, રહેવું હશે જો પ્રભુના વિશ્વાસે છે શક્તિ પ્રભુમાં બધી, છે દાતા જ્યાં પ્રભુ, પડશે રહેવું ત્યાં પ્રભુના વિશ્વાસે હર મુસીબતો કરશે હલ એ તો, રહેશે જ્યાં તું એનાને એના વિશ્વાસે મુક્તિના ભી દાતા છે એ, માયાના દાતા છે એ, સમજીને એની પાસે માગજે મેળવ્યા પછી બનશે એ તો તારું, ના એમાંથી કાંઈ તારાથી છટકાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|