Hymn No. 3939 | Date: 08-Jun-1992
|
|
Text Size |
 |
 |
1992-06-08
1992-06-08
1992-06-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15926
આવ્યો જગમાં લઈને એને તું સાથે, રહ્યું ના એ તો, સાથેને સાથે
આવ્યો જગમાં લઈને એને તું સાથે, રહ્યું ના એ તો, સાથેને સાથે છે આ કહાની તો, તારીને તારા મનની (2) કરશે ક્યારે એ તો શું, પહોંચશે ક્યારે એ તો, ક્યાં ના એ તો કહી શકાશે - છે... દેખાયે ના એ તો જગમાં, અનુભવમાં તોયે એ તો અનુભવાશે - છે... કદી ગમશે એને એક, કદી ગમશે એને બીજું, ગમશે શું, ના એ તો કહેવાશે - છે... કરાવે સુખદુઃખનો અનુભવ, જોડાય જ્યારે જેવી રીતે એ તો જેની સાથે - છે... રહી સાથેને સાથે, ખાશે ના દયા એ તો તારી, દોડતુંને દોડાવતું એ તો રહેશે - છે... કરીશ યત્નો લેવા એને કાબૂમાં, ક્યારેક આવશે હાથમાં, પાછું એ તો છટકી જાશે - છે... ખાતો ના દયા એની તું, બનજે મક્કમ એમાં તું, હાથમાં ત્યારે એ તો આવશે - છે... મળશે જ્યાં, પૂરો એનો સાથ, પ્રભુદર્શન આવશે ત્યારે તો તારે હાથ - છે...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
aavyo jag maa laine ene tu sathe, rahyu na e to, sathene saathe
che a kahani to, tarine taara manani (2)
karshe kyare e to shum, pahonchashe kyare e to, kya na e to kahi shakashe - che ...
dekhaye na e to jagamam, anubhavamam toye e to anubhavashe - che ...
kadi gamashe ene eka, kadi gamashe ene bijum, gamashe shum, na e to kahevashe - che ...
karave sukhaduhkhano anubhava, jodaya jyare jevi rite e to jeni sat. ..
rahi sathene sathe, khashe na daya e to tari, dodatunne dodavatum e to raheshe - che ...
karish yatno leva ene kabumam, kyarek aavashe hathamam, pachhum e to chhataki jaashe - che ...
khato na daya eni tum, banje makkama ema tum, haath maa tyare e to aavashe - che ...
malashe jyam, puro eno satha, prabhudarshana aavashe tyare to taare haath - che ...
|