Hymn No. 3940 | Date: 08-Jun-1992
|
|
Text Size |
 |
 |
1992-06-08
1992-06-08
1992-06-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15927
સમય લાગશે, સમય પાકશે જગતમાં, હરેક વાતને તો સમય લાગશે
સમય લાગશે, સમય પાકશે જગતમાં, હરેક વાતને તો સમય લાગશે વાવ્યું તેં આજ, મળશે તને કાલ, પડતાં ફળ જગતમાં તો, સમય લાગશે ઘેરાયેલા હશે વાદળ તો જ્યાં, એને વરસતા ધરતી પર, સમય તો લાગશે બને સહુ નાનામાંથી તો મોટા, બનતા મોટા તો જગતમાં, સમય તો લાગશે પડતાં પડતાં તો પડશે રે જીવનમાં, આદત પડતાં જીવનમાં, સમય તો લાગશે હરેક કાર્યની શરૂઆત જીવનમાં તો થાશે, થાતા પૂરું રે એને, સમય તો લાગશે હરેક ઓટ પછી ભરતી સાગરમાં તો આવશે, ભરતી આવતા, સમય તો લાગશે ઊગશે સૂરજ તો ધરતી પર, આથમતાં એને ધરતી પર, સમય તો લાગશે કરવું છે કાર્ય તારે જીવનમાં, લક્ષ્યમાં ત્યારે આ રાખજે, પૂરું કરતા, સમય તો લાગશે થાતો ના ઉતાવળો તું જીવનમાં, ઉતાવળે આંબા ના પાકશે, એને સમય તો લાગશે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
samay lagashe, samay pakashe jagatamam, hareka vatane to samay lagashe
vavyum te aja, malashe taane kala, padataa phal jagat maa to, samay lagashe
gherayela hashe vadala to jyam, ene varasata sa dharati para, samay to lagashe
bane motata to lagashe bane jagatamam, samay to lagashe
padataa padatam to padashe re jivanamam, aadat padataa jivanamam, samay to lagashe
hareka karyani sharuata jivanamam to thashe, thaata puru re ene, samay to lagashe
hareka oot paachhi bharati suraya, samay to avashe, samay to avashe., samay to
aavashe to dharati para, athamatam ene dharati para, samay to lagashe
karvu che karya taare jivanamam, lakshyamam tyare a rakhaje, puru karata, samay to lagashe
thaato na utavalo tu jivanamam, utavale amba na pakashe, ene samay to lagashe
|