રહી નથી હવે બાજી રે, જીવનમાં તો હાથમાં રે મારી
સોંપી દીધી છે જ્યાં હાથમાં તારા, રમાડે તું, રમવી છે એવી રીતે, મારે તો બાજી
રમવી છે લાગણીથી તો પર બની, રમવી છે જીવનમાં લાગણીમાં રહી તારી
છે ખાતરી તો હૈયે મારા ભરી, નહિ હારવા દે તું રે પ્રભુ, જીવનની તો બાજી
કરવો નથી હવે વિચાર બીજો, છે એ તો કેવી, સોંપી દીધી છે જ્યાં તારા હાથમાં બાજી
ચલાવે છે બાજી તો તું, ચલાવશે એને તું, કરવી હવે ફીકર મારે, એની તો શાની
હોય ભલે બાજી એ હારની કે હોય ભલે એ જીતની, પડશે પ્રભુ તારે એને તો ચલાવી
સોંપી દીધી છે જીવનમાં, જ્યાં હાથમાં તારા, ફિકર હવે એની, મારે તો શાની
રમાડે જેમ તું એને, રમવી છે મારે તો એને, રમવી છે મારે જીવનની તો બાજી
નથી કરવી ફિકર જીવનમાં તો બીજી, જ્યાં સોંપી છે તારે હાથ, જ્યાં જીવનની તો બાજી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)