Hymn No. 3958 | Date: 15-Jun-1992
|
|
Text Size |
 |
 |
છે તું તો મારી રે પ્રભુ, રે માડી, છે તારા વિના તો હૈયું મારું રે સૂનું
Che Tu To Maari Re Prabhu, Re Maadi, Che Taara Vina To Haiyu Maaru Re Soonu
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
છે તું તો મારી રે પ્રભુ, રે માડી, છે તારા વિના તો હૈયું મારું રે સૂનું તારા નામમાં તો છે રે બધું, તારા નામથી તો જીવન મારું ભરી રે દીધું મળે કે છે સાથે જીવનમાં તો બધું, તારા નામ વિના મારે એને શું કરવું લૂંટાઈ જશે જીવનમાં તો છે જે બધું, લૂંટી ના શકશે કોઈ તારા નામનું બિંદુ રાત કે દિવસ, દુઃખ કે દર્દ જીવનમાં, એને તો કોઈ રોકી તો ના શક્તું પ્રેમભર્યા મારા હૈયાને રે માડી જીવનમાં, તારા નામથી પ્રેમાળ બનાવજે રે તું પહોંચાડી ના શકે તારી પાસે જીવનમાં કાંઈ બીજું, તારામય બનાવી દે નામ તારું મળે ના સુખ જો નામમાં તારા, મળી શકશે સુખ જીવનમાં ક્યાંથી રે બીજું ખાતી ના દયા જીવનમાં કોઈ બીજી મારી, ખાજે દયા જીવનમાં, દઈ એક નામ તારું માગું જીવનમાં આશિશ એક તારી, જીવનભર પ્રેમથી, નામ તારું તો લઈ શકું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|