અજાણ્યાથી અજાણ્યો, જીવનમાં જ્યાં હું તો મુજથી રહી ગયો
પામી ના શક્યો હું તો જીવનમાં, જીવનમાં ખાલી ને ખાલી હું તો રહી ગયો
કરી કોશિશ જાણવા મેં તો મને, અંતરના અંતરવિગ્રહમાં હું તો ડૂબી ગયો
પ્રેમના કિનારાથી રહ્યો હું તો દૂર ને દૂર, વેર ને ઈર્ષ્યાના વમળમાં જ્યાં ખેંચાઈ ગયો
હણાતી રહી શક્તિઓ જીવનની, નવી શક્તિઓથી વંચિત જીવનમાં રહી ગયો
જોઈતી ના હતી દયા જીવનમાં કોઈની, દયાજનક સ્થિતિમાં હું તો આવી ગયો
જાણી ના શક્યો જીવનમાં જ્યાં મુજને, પ્રભુથી દૂર ને દૂર હું તો રહી ગયો
કરતા ને કરતા યત્નો જીવનમાં, અહં જીવનમાં જ્યાં ઓગળી ગયો, પ્રભુને ત્યાં હું સમજી ગયો
તૂટી જ્યાં દીવાલ બધી જીવનમાં, જીવનમાં હું તો એમાં એવો સમાઈ ગયો
હું કહેતાં, ત્યાં તો એ પ્રકટે, મુજને એમાં ને એને મુજમાં, હું નીરખતો ગયો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)