વિચારોના વમળમાં અટવાઈ, વિકારોથી બહુ લપેટાઈ - માતા
આવ્યો તારી પાસે, માતા કરજે તું મારી સહાય
સુખદુઃખના દ્વંદ્વમાં સપડાઈ, આશા નિરાશામાં છૂંદાઈ - માતા
આવ્યો તારી પાસે, માતા કરજે તું મારી સહાય
માયામાં બહુ ફસાઈ, લોભમાં બહુ લલચાઈ - માતા
આવ્યો તારી પાસે, માતા કરજે તું મારી સહાય
ક્રોધમાં બહુ કચડાઈ, અહંકારથી સદા મરડાઈ - માતા
આવ્યો તારી પાસે, માતા કરજે તું મારી સહાય
પાપોમાં બહુ અથડાઈ, કર્મોથી બહુ પસ્તાઈ - માતા
આવ્યો તારી પાસે, માતા કરજે તું મારી સહાય
અસત્યથી બહુ મોહાઈ, સત્યથી બહુ અચકાઈ - માતા
આવ્યો તારી પાસે, માતા કરજે તું મારી સહાય
તારા પ્રેમમાં બંધાઈ, અને તારા ભાવમાં ભીંજાઈ - માતા
આવ્યો તારી પાસે, માતા કરજે તું મારી સહાય
તારા સ્મરણમાં ગૂંથાઈ, નથી સહન થતી જુદાઈ- માતા
આવ્યો તારી પાસે, માતા કરજે તું મારી સહાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)