ઊતરી ગયું જો તારી નજરમાંથી કોઈ, ક્યાંથી હૈયે તારા એ વસશે
હોય ભલે આસન હૈયાનું તારું ખાલી, યોગ્યતા વિના ક્યાંથી બેસી શકશે
જોઈ હોય રાહ ભલે જીવનભર, ના આસન પર કદી એ બેસી શકશે
અણધાર્યું આવી કોઈ જીવનમાં, આસન તારું તો એ પચાવી જાશે
સુખદુઃખની બાંધી હશે વાડ આસપાસ, અંદર ક્યાંથી કોઈ પ્રવેશી શકશે
તારો ને તારો હાથ પકડયા વિના, તારા હૈયાંમાં કોઈ અંદર ક્યાંથી આવી શકશે
પહેલાં રહેશે એ કહ્યું ને માનતો તારું, તારા પર એ હુકમ ચલાવતો થઈ જાશે
આસન હશે ભલે તારું, માલિકી એની, એ તો ગણતો થઈ જાશે
રાખી ના શકીશ તું એને રે ખાલી, કોઈને ને કોઈને એના પર બેસાડવો પડશે
છે આસન તો તારું, છે પ્રભુ ભી તો તારા, પ્રભુને એના પર તું બેસાડી દેજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)