Hymn No. 3977 | Date: 23-Jun-1992
|
|
Text Size |
 |
 |
લઈ શંકાઓનો સાથ, રહ્યા રાખતા જીવનમાં દૂર, સહુને હૈયાની પાસ છે જીવનની આ તો કેવી કરુણ કહાની (2) ખાઈ જીવનમાં તો અહંમાં પછડાટ, ત્યજ્યો ના જીવનમાં તોયે એનો સાથ - છે... રાખી હૈયે વેરનો ઉકળાટ, કરતા રહ્યા ઊભા તો દુશ્મનોની વણઝાર - છે... મુખ પર તો એક વાત, હૈયે હોયે બીજી વાત, લેતા રહે જીવનમાં દંભનો સાથ - છે... છૂટે ના જીવનમાં લોભ લાલચ ને ખોટા વિચાર, મનાવે તોયે ધર્મનો અવતાર - છે... જોઈએ સહુને જીવનમા માલંમાલ, રુખાં સૂંકા માટે ના જીવનમાં કોઈ તો તૈયાર - છે... અન્ય કાજે રાખે સહુ પાત્રતાના માપ, ખુદની પાત્રતાનો આવે ના કદી વિચાર - છે... નીકળે મેળવવા જીવનમાં શાંતિનો સાથ, દેવા કિંમત એની હોય ના તૈયાર - છે... મેળવવો છે જીવનમાં સહુએ પ્યાર, રહે ભૂલતાં જીવનમાં તો સહુ પ્યાર - છે ... હૈયાને જ્યાં ટૂંકાવતાને ટૂંકાવતા જાય, ઝીલી ના શકે ત્યાં પ્રભુનો વિસ્તાર - છે... દુઃખ દર્દથી નથી જીવનમાં કોઈને પ્યાર, તોયે જીવનમાં એને તો સરજતા જાય - છે... પ્રભુની વ્યાખ્યામાં સહુ અટવાતા જાય, અનુભવ પ્રભુનો એને ક્યાંથી થાય - છે...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|