સોંપીને જીવનદોર તારે હાથ, ફિકર મને શાની છે
અપનાવીને નામ તારું, જુદાઈ મેં તો ત્યાગી છે
કરવાં મારે સદા કામ, જેમાં સદા તું રાજી છે
દર્શન કરવા તારાં માત, આંખમાંથી નીંદ ત્યાગી છે
તારું મનોહર રૂપ આંખમાં સમાવવા ઇચ્છા જાગી છે
જીભ તારા નામનું રટણ કરવા હવે લાગી છે
તારા પથ પર ચાલતાં, મુસીબતોની લંગાર આવી છે
તેમાં સ્થિર રહેવા, તારી પાસે ભીખ મેં તો માગી છે
ભક્તોને સદા તેં છે સાચવ્યા, વાત એ જાણી છે
આફતોનો સામનો કરતાં, બીક હવે મારી ભાંગી છે
તારા પ્રેમનું સ્મરણ કરતાં, સહનશક્તિ જાગી છે
તારાં દર્શન કરવા, હૈયામાં હામ હવે આવી છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)