રાખવા રાજી માનવને રે જીવનમાં, માનવ તો શું નું શું તો કરે છે
કરવા રાજી પ્રભુને તો જીવનમાં, ના કાંઈ કરવા એ તો તૈયાર રહે છે
રાખવા રાજી માનવને, દર્દ ભરીને તો હૈયે, હાસ્ય એ તો વેરે છે
પ્રભુ પાસે તો જીવનમાં, આંસુઓ ભરી, ફરિયાદને ફરિયાદ એ તો કરે છે
કરવા રાજી માનવને જીવનમાં, રાતને દિવસની નીંદ એ તો ભૂલે છે
કરવા રાજી જીવનમાં તો પ્રભુને, સદા એ તો, જીવનમાં, બહાના ગોતે છે
કરવા રાજી માનવને તેં જીવનમાં, જીવનમાં ખડે પગે એ તો ઊભો રહે છે
કરવા રાજી પ્રભુને તો જીવનમાં, આળસ ને થાકનો સહારો ગોતે છે
પારખી ના શકશે માનવ દંભ જલદી જીવનમાં, દંભ એ તો રહે છે
પારખી શકે પ્રભુ દંભ તો સહુના, પ્રભુથી દૂરને દૂર એ તો રહે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)