દુનિયા ગોળ છે, દુનિયા ગોળ છે (2)
છેડા એના જીવનમાં તો ક્યારે ને ક્યારે, ક્યાંય ને ક્યાંય મળતા હોય છે
છૂટયા છેડા જે આજે, મળશે પાછા ક્યારે ને ક્યાં, ના કોઈ એ જાણતા હોય છે
અટવાયા છેડા જેના જીવનમાં તો જ્યાં, ત્યાં ને ત્યાં, એ તો પડયા હોય છે
હોય કદી એ લાંબા કે ટૂંકા, મળે ના એ જોઈએ ત્યાં, ક્યાંય ને ક્યાંય એ મળતાં હોય છે
થાય જીવનમાં જ્યાં એ તો શરૂ, ત્યાં પાછા ને પાછા એ તો મળતા હોય છે
જોડાય જ્યાં એ તો ખોટા, કરે તકલીફ એ તો ઊભી, તકલીફ ઊભી એ કરતા હોય છે
બન્યા છેડા જીવનમાં જ્યાં એ અક્કડ, જીવનમાં ત્યાં ના મળતા હોય છે
બન્યા ને રહ્યા નરમ એ તો જ્યાં, ક્યારે ને ક્યારે, ક્યાંય ને ક્યાંય, પાછા મળતા હોય છે
છે છેડો તારો તો પ્રભુમાં, ત્યાં ને ત્યાં, છેડો તારો મળવાનો હોય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)