Hymn No. 3996 | Date: 30-Jun-1992
|
|
Text Size |
 |
 |
1992-06-30
1992-06-30
1992-06-30
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15983
કામ છે તારું, જોઈએ છે તને, કર સલામ હવે તો તું પ્રભુને
કામ છે તારું, જોઈએ છે તને, કર સલામ હવે તો તું પ્રભુને કરી સલામ ઘણી તેં તો માનવને, મળ્યું એમાં તો શું તને - કર સલામ... કરી ઊભા લોભ લાલચના જાળાં, ઊભા કર્યા જીવનમાં તેં ગોટાળા - કર સલામ... ગણ્યા મુસીબતોના તેં તારા દહાડા, રહ્યા પડખે ઊભા એમાં કોણ તારા - કર સલામ... દેખાતા પણ અંધ બન્યા જીવનમાં, ઊતર્યા ના પડળ તો જ્યાં નજરમાં - કર સલામ... મેળવવું હતું તારે, ના મેળવી શક્યો, તું રહી ના શક્યો, પ્રભુના વિશ્વાસમાં - કર સલામ... ચિંતામાં ને ચિંતામાં વિતાવ્યું જીવન, બની ગઈ ચિંતા તો હૈયાની ધારા - કર સલામ ... વિંટાયું છે દુઃખ તો જીવનભર જીવનમાં, વીતતુ નથી જીવન તો દુઃખ વિના - કર સલામ... રાતદિવસ રાજી કરવા તને રે પ્રભુ, પડશે લેવું તારું તો નામ - કર સલામ... કામ છે તારું, જોઈએ છે તને, કર હવે તો તું, પ્રભુને નમ્ર સલામ - કર સલામ ...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
kaam che tarum, joie che tane, kara salama have to tu prabhune
kari salama ghani te to manavane, malyu ema to shu taane - kara salama ...
kari ubha lobh lalachana jalam, ubha karya jivanamam te gotala - kara salama ...
ganya musibatona te taara dahada, rahya padakhe ubha ema kona taara - kara salama ...
dekhata pan andha banya jivanamam, utarya na padal to jya najar maa - kara salama ...
melavavum hatu tare, na melavi shakyo, tu rvasi na shakyo, prabhamuna - kara salama ...
chintamam ne chintamam vitavyum jivana, bani gai chinta to haiyani dhara - kara salama ...
vintayum che dukh to jivanabhara jivanamam, vitatu nathi jivan to dukh veena - kara salama ...
raat divas raji karva taane re prabhu, padashe levu taaru to naam - kara salama ...
kaam che tarum, joie che tane, kara have to tum, prabhune nanra salama - kara salama ...
|