છે જીવનમાં તો શબ્દોની સાઠમારી, જોજે સપડાવાની આવે ના એમાં તારી તો વારી, જીવનમાં સદા તું સંભાળીને રહેજે (2)
સ્વાર્થ જાગશે કોનામાં કેવો ને ક્યારે, નડતર ઊભી કરશે તને કેમ ને ક્યારે
સમજાશે જીવનમાં ના એ તો જ્યારે, જીવનમાં સદા તું સંભાળીને રહેજે
મળે ના રાહ જીવનમાં સાચી તને તો જ્યારે, લાગજે શોધવા તું બતાવે કોણ તને ત્યારે
મળે ના કોઈ એવું તને તો જ્યારે, જીવનમાં સદા તું તો સંભાળીને રહેજે
ઊભા છે બનીને કટ્ટર દુશ્મન તો સામે, જોઈ રહી રાહ જો તું, કરે ઘા એ તને તો ક્યારે
કાં તું જાગૃત સદા રહેજે, કાં તું ઘા પહેલો કરી દેજે, જીવનમાં સદા તું સંભાળીને રહેજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)