Hymn No. 4008 | Date: 03-Jul-1992
હતી મરજી તમારી કે ના હતી તમારી, તમે તો જગમાં આવ્યા છો, તમે તો જગમાં આવ્યા છો
hatī marajī tamārī kē nā hatī tamārī, tamē tō jagamāṁ āvyā chō, tamē tō jagamāṁ āvyā chō
જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)
1992-07-03
1992-07-03
1992-07-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15995
હતી મરજી તમારી કે ના હતી તમારી, તમે તો જગમાં આવ્યા છો, તમે તો જગમાં આવ્યા છો
હતી મરજી તમારી કે ના હતી તમારી, તમે તો જગમાં આવ્યા છો, તમે તો જગમાં આવ્યા છો
શું હતું જગ કાજે હૈયે હેત ઊભરાઈ, મુલાકાત લેવા જગની એથી આવ્યા છો
હતી જો મરજી તમારી, થયું હશે ધાર્યું તમારું, અનુભવ તમારો શું કહે છે
આવ્યા જો મરજીથી, જવાના હશો મરજીથી, ખયાલ તમારો તો શું કહે છે
ચાલી જો ના મરજી તમારી, ચાલશે શું હવે તમારી, વિચારવાનું તો આ તો છે
કરવાનું છે શું જગમાં તમારે, તમારેને તમારે, જગમાં એ તો વિચારવાનું છે
કરવાનું જગમાં તો જ્યાં બન્યું, કર્મ એ તો બન્યું, કર્માધીન તમે તો બન્યા છો
શીખી લેજો જીવનમાં, કરવા કર્મો સાચા, જેવા જીવનમાં તો તમારે બનવું છે
ન આળસ તો ચાલશે, ના બેપરવાહી ચાલશે, જાગૃત સદા રહેવાનું છે
તૂટશે દોરી જીવનની ક્યારે ને ક્યારે, તૂટે એ પહેલાં બધું પામવાનું છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
hatī marajī tamārī kē nā hatī tamārī, tamē tō jagamāṁ āvyā chō, tamē tō jagamāṁ āvyā chō
śuṁ hatuṁ jaga kājē haiyē hēta ūbharāī, mulākāta lēvā jaganī ēthī āvyā chō
hatī jō marajī tamārī, thayuṁ haśē dhāryuṁ tamāruṁ, anubhava tamārō śuṁ kahē chē
āvyā jō marajīthī, javānā haśō marajīthī, khayāla tamārō tō śuṁ kahē chē
cālī jō nā marajī tamārī, cālaśē śuṁ havē tamārī, vicāravānuṁ tō ā tō chē
karavānuṁ chē śuṁ jagamāṁ tamārē, tamārēnē tamārē, jagamāṁ ē tō vicāravānuṁ chē
karavānuṁ jagamāṁ tō jyāṁ banyuṁ, karma ē tō banyuṁ, karmādhīna tamē tō banyā chō
śīkhī lējō jīvanamāṁ, karavā karmō sācā, jēvā jīvanamāṁ tō tamārē banavuṁ chē
na ālasa tō cālaśē, nā bēparavāhī cālaśē, jāgr̥ta sadā rahēvānuṁ chē
tūṭaśē dōrī jīvananī kyārē nē kyārē, tūṭē ē pahēlāṁ badhuṁ pāmavānuṁ chē
|