Hymn No. 4011 | Date: 05-Jul-1992
|
|
Text Size |
 |
 |
1992-07-05
1992-07-05
1992-07-05
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15998
સૂર માયાના માં તો જ્યાં હું ડૂબી ગયો, બીજા સૂરો તો ના હું ઝીલી શક્યો
સૂર માયાના માં તો જ્યાં હું ડૂબી ગયો, બીજા સૂરો તો ના હું ઝીલી શક્યો સૂરો પ્રભુના તો જગમાં રહ્યા વહેતાને વહેતા, એમાં ના હું તો ડૂબી શક્યો સૂરે સૂરે રહ્યો બનતો હું તો પાગલ, ના એમાં મુજને હું બચાવી શક્યો ઘૂંટાતાને ઘૂંટાતા રહ્યાં સૂરો હૈયે એવા, ના એને જલદી હું તો ભૂલી શક્યો શમ્યા જ્યાં સૂર માયાના જ્યાં હૈયે, પ્રભુના સૂરો હૈયે ત્યાં તો ઊઠયો બદલાયું જીવન, બદલાયું મન, પ્રભુના સૂરોમાં દીવાનો હું બનતો ગયો હૈયું તો બન્યું પ્રેમ ભીનું, બન્યા નયનો અશ્રુભીના, સૂર પ્રભુનો હૈયે છવાઈ ગયો જોઈ રહી ત્યાં માયા રડતી રડતી, પ્રભુમય તો જ્યાં, હું તો બનતો ગયો બદલાયું જગ ત્યાં તો મારું, નયનોમાં પ્રભુ મારા આવી વસી ગયો સૂરે સૂરે બન્યું જીવન તો સૂરમય, પ્રભુના સૂરોમાં લીન હું બની ગયો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
sur mayana maa to jya hu dubi gayo, beej suro to na hu jili shakyo
suro prabhu na to jag maa rahya vahetane vaheta, ema na hu to dubi shakyo
sure sure rahyo banato hu to pagala, na ema mujh ne hu bachavi shakyo
ghuntatane evuntata rahye , na ene jaladi hu to bhuli shakyo
shanya jya sur mayana jya Haiye, prabhu na suro Haiye Tyam to uthayo
badalayum JIVANA, badalayum mana, prabhu na suromam divano hu banato gayo
haiyu to banyu prem bhinum, banya nayano ashrubhina, sur prabhu no Haiye chhavai gayo
joi rahi tya maya radati radati, prabhumaya to jyam, hu to banato gayo
badalayum jaag tya to marum, nayano maa prabhu maara aavi vasi gayo
sure sure banyu jivan to suramaya, prabhu na suromam leen hu bani gayo
|