કોઈ વસ્તુ નકામી નથી રે જગમાં, બનાવવા મહેનત લે પ્રભુ તો શું કામ
લાગશે વસ્તુ ક્યારે તો કામ, બની જાય નકામી એથી એ તો શું કામ
લાગે ના કામ ભલે એ તો આજે, કહી ન શકાય, ક્યારે લાગશે એ તો કામ
જરૂરિયાતને જરૂરિયાતો છે સહુની તો જુદી, લાગે જુદું જુદું સહુને તો કામ
લાગે જે આજે તો નકામું, સમય પર તો એના વિના, અટકી જાય બધું કામ
જરૂરિયાત રહે જીવનમાં સહુને તો ઝાઝી, એક ચીજ આપી ના શકે પૂરું તો કામ
બધું નથી બધા પાસે તો પૂરું, જુદું જુદું લાગે, જુદા જુદા ને જુદા સમયે કામ
નથી તો કોઈ કામ નકામું કે નાનું, કે ચીજ નકામી, યોગ્ય હાથમાં તો શોભે કામ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)