કરી લેજે ઘડતર તું તારા જીવનનું, નહીંતર જીવતર તારું એળે જાશે
કરીશ ચણતર જીવનનું જો તું કાચું, નડતર જીવનમાં એ તો કરતું રહેશે
રાખીશ ખુલ્લાં વિકારોના જો કાણાં તું જીવનમાં, ગળતર શક્તિનું થાતું રહેશે
હશે ચણતર મજબૂત જો જીવનનું, જીવતર તને નવતર તો લાગશે
કરીશ જડતર સદ્ગુણોનું જો જીવનમાં, જીવતર તારું તો શોભી ઊઠશે
રાખીશ જીવતર જો ધ્યેય વિનાનું, વળતર જીવનનું તને તો ના મળશે
કરીશ ઊભી ઉપાધિઓ જો જીવનમાં, કળતર એની જીવનમાં તો થાતી રહેશે
મળતર મળશે ના જીવનમાં તો કાંઈ, નડતરને નડતર જીવનમાં આવતી રહેશે
રાખજે જીવનને તો તું તરબતર, જગમાં જીવતર તારું તો સફળ બનશે
તારી હૈયાંની પડતર ભૂમીને, વિકારોમાંથી કરજે સાફ, નહીંતર, નડતર એ તો કરતું રહેશે
સદા જાગૃત રહી જીવનમાં, જીવતરને સદા તું બહેતર, બહેતર તું કરતો રહેજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)