સંજોગે સંજોગે સહુ જીવનમાં, સંજોગોની શૂળીએ તો ચડતા રહે
વાગે કાંટા જીવનમાં હૈયે તો એવા એના, રક્ત વિનાના રક્ત એમાં વહી જાયે
કદી પાથરે પથારી એ ફૂલની, કાંટા એમાંથી તો ક્યારે તો ફૂટી નીકળે
કદી લાગે દુઃખ એનું થોડું, કદી દુઃખ એનું તો લાંબુને લાંબુ ચાલે
ઉપાડે શૂળ જીવનમાં તો સંજોગો, મલમપટ્ટી પણ સંજોગો એની કરતા રહે
સુખદુઃખની મિશ્ર ધારા કરીને ઊભી, મિશ્રણ જીવનમાં એનું એ તો ઊભું કરે
સમજાય ના જીવનમાં, સંજોગોને સંજોગો, જીવનને હરપળે તો ઘડતા રહે
આવશે સંજોગો કેવા અનુકૂળ કે પ્રતિકૂળ, સમય પર એ તો ખબર પડે
ભલભલા માનવીને તો જીવનમાં, સંજોગો તો નમાવતાને નમાવતા રહે
છે સ્થાન આ તો કુદરતનું, માનવી સદા એના હાથમાં તો રમતો રહે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)