રહેવા દેજે તું રહેવા દેજે, મારવી મોટાઈ, હાંકવી બડાશ તો જીવનમાં
છે પાસે તારી, છે પ્રભુનું, રહ્યો છે કરી તું એના પર તાગડધિન્ના
સરકી જાય છે જ્યાં થોડું હાથમાંથી તારા, વાગોળતો રહે છે એને કેટલા દહાડા
જીવવું જીવન જીવનમાં પડશે, જીવવું સાચી રીતે છે એ તો હાથમાં તારા
ફાવે જીવનમાં એ તો વખણાયે, શાને રહ્યો છે ફુલાઈ ભીંત ભૂલીને તું એમાં
પડશે પાસા ક્યારે સીધા ક્યારે ઉલ્ટા, જીવનમાં ના એ તો કહી શકાશે
લીનતાને દૃઢતા પર પડશે ઘા જીવનમાં, સહારો પ્રભુનો એમાં તો સાલશે
રાખી આધાર અન્ય પર, રહે એ કેટલો, રહે આધાર એ કેટલો તો જીવનમાં
મુસીબતોમાં થાશે કસોટી, પડશે રહેવું ધીરજથી તારે એમાં તો ટકી
કરે કરે જગમાં બધું તો પ્રભુ, કરતો આવ્યો છે, દૂર પ્રભુ ને રાખ ના જીવનમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)