છે જીવનમાં તો ખૂબી ભરી ભરી, કેવી ને કેટલી, અંદાજ એનો ના નીકળે
ગોતવા બેસો સુખની ગોળી જીવનમાં, દુઃખની ગોળી તો મળતીને મળતી રહે
ધાર્યા કામો જીવનમાં અધૂરા રહે, અણધાર્યા કામોને સફળતા વરે
તપતા ને ઢળતા સૂરજની, દિવસ સદા તો સાક્ષી પૂરતો ને પૂરતો રહે
રચતાને રચતા રહે વૃત્તિઓ રાસ જીવનમાં એવા, જીવન એમાં ખળભળી ઊઠે
દેખાતો ના સમય તો જીવનમાં, જીવનમાં સહુને નચાવતોને નચાવતો રહે
દૃશ્ય અદૃશ્યના સંગમ જીવનમાં તો થાતાં, તોયે સંગમ ક્યાં થયો ના એ દેખાય
વિવિધતા તો છે જીવનમાં તો ભરી ભરી, જોવી શોધવી એક્તા એમાં મુશ્કેલ બને
કંઈક સ્પંદનો, કંઈક વિચારો, જીવનમાં તો જાગતા રહે, જીવનને જકડતા રહે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)