દીધું છે પ્રભુએ જે તો તને, કરવાનું છે જગમાં બધું તો, એનાથીને એનાથી રે
મળી છે બુદ્ધિ તને, છે એ પાસે તારી કરી ઉપયોગ, જીવવાનું છે જીવન એનાથી રે
મળ્યું વાતાવરણ તને, બૂમ એની શાને પાડી, કરવાનું શું છે જ્યાં એ તો હાથમાં તારા રે
મન મળ્યું સહુને તો સરખું, રાખ્યું શાને તે ફરતું, આવ્યું શું એમાં તો, હાથમાં તારા રે
રહે વધારતો જરૂરિયાતો તારી, છે એ ગુનો તારો, કાઢે દોષ પ્રભુનો તું એમાં શાને રે
છે સુખની દોટ તો જીવનમાં સહુની, દુઃખ જીવનમાં તો કોણે ક્યારેય ના માગ્યું રે
મળ્યા જીવનમાં તો કદી કદી, રહ્યાં વિખૂટા સંજોગો તો, છે તારા, તારાને તારા રે
ચિત્ત છે જ્યાં તારું ચલાવ ના દખલગીરી બીજી, છે એ તો હાથમાં તારાને તારા રે
અહંમાં જો તું ડૂબે, દોષ બીજાનો શાને કાઢે, પડશે ડૂબવું તો એમાં તો તારેને તારે રે
પ્રભુદર્શન કાજે બનજે યોગ્ય તો તું, અન્યની યોગ્યતા તને એમાં કામ શું લાગશે રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)