Hymn No. 4044 | Date: 19-Jul-1992
|
|
Text Size |
 |
 |
1992-07-19
1992-07-19
1992-07-19
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16031
આજનું તો તું આજ કરી લેજે રે, કાલની ચિંતા તો તું છોડી દેજે રે
આજનું તો તું આજ કરી લેજે રે, કાલની ચિંતા તો તું છોડી દેજે રે ઉગાડશે જે કાલ તો તારી, કરશે ચિંતા એ તો કાલની તારી રે આવ્યો જગમાં તું, આવ્યો જે તારી સાથે, કરશે એ તો તારી ચિંતા રે લઈ ના શકશે શ્વાસ જગમાં, તું કાલના આજે, પડશે લેવા એ તો એને કાલે રે કરીશ તું આજે, કરીશ તું કાલે, તારું તો તારે ને તારે કરવું પડશે રે વળ્યું ના તારું કરી ચિંતા, ચિંતા પર ભરોસો શાને રાખતો રહ્યો રે ફાયદા નથી કરી જીવનમાં ચિંતા, નુકસાનની યાદી એની મોટી છે રે યત્નો તો છે જ્યાં હાથમાં તો તારા, ફળ એ તો એનું દેતું જાશે રે છોડશે ના પ્રભુ તો તને, કરે છે ચિંતા તારી, તારી ચિંતા કરતા રહેશે રે એકવાર મૂકી જો વિશ્વાસ તું એના પર, ચિંતા તારી એ તો હરતા રહેશે રે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
ajanum to tu aaj kari leje re, kalani chinta to tu chhodi deje re
ugadashe je kaal to tari, karshe chinta e to kalani taari re
aavyo jag maa tum, aavyo je taari sathe, karshe e to taari chinta re
lai na shakashe shvas jagamam, tu kalana aje, padashe leva e to ene kale re
karish tu aje, karish tu kale, taaru to taare ne taare karvu padashe re
valyum na taaru kari chinta, chinta paar bharoso shaane rakhato rahyo re
phayada nathi kari jivanamam chinta, nukasanani yadi re
yatno to che jya haath maa to tara, phal e to enu detum jaashe re
chhodashe na prabhu to tane, kare che chinta tari, taari chinta karta raheshe re
ekavara muki jo vishvas tu ena para, chinta taari e to harata raheshe re
|