છું મંદબુદ્ધિ હું તો તારો બાળ, તોડી ના શકું જગ કેરી જંજાળ
છે પ્રભુ તું તો જગમાં, એક જ મારો આધાર (2)
કરશે ક્યારે તો તું શું, ના એ સમજાય, બુદ્ધિ વિના મુજથી, ગોટાળા ઊભા થાતા જાય - છું..
સાચું ખોટું જીવનમાં તો થાતું જાય, કેમ સુધારવું એને, ના એ તો સમજાય - છું ...
થાશે શું અમારું, ચિંતા એની થાય, ટકવો વિશ્વાસ, મુશ્કેલ ત્યાં તો બની જાય - છું ...
રાખવો મારી બુદ્ધિ પર કેમ આધાર, બુદ્ધિ મળી જે, મૂંઝાતીને મૂંઝાતી જાય - છું ...
દુઃખ દર્દ જીવનમાં ઊભું થાતું જાય, કરવું દૂર કેમ, ના એ તો સમજાય - છું ...
ભૂલું ભૂલું ચિંતા, તોયે ના ભુલાય, નવીને નવીનો ઉમેરો તો થાતો જાય - છું ...
એકવાર ભી મુલાકાત જો તારી થાય, પ્રભુ જીવનનો, જીવનમાં રંગ રહી જાય - છું ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)