છોડાય એટલું તું છોડતો જા, મુકાય એટલું તું મુક્તો જા (2)
મુકીશ નહિ કે તું છોડીશ નહિ, છૂટશે તો જીવનમાં ક્યાંથી ભાર
કરી કરી કર્યો ભેગો જીવનમાં તેં ભાર, મળ્યો એમાં તને શો સાર
ભાર, ભારથી તો ભારે બની, રૂંધ્યા તો તેં, તારા પ્રગતિના દ્વાર
કરી ભેગોને ભેગો જીવનમાં તો ભાર, કરવો પડયો સહન એનો તો માર
મળ્યું એમાં જે, ના રાજી થયો, તું મેળવામાં લાગી પડયો, કાઢયો એમાં શું સાર
પ્રેમ ભક્તિના ભરીને ભાર, જીવનમાં તો તું, તારો આ ભવ તો સુધાર
ભારે ભારે પડશે જીવવું તારેને તારે, બની જાતો ના એમાં તો તું લાચાર
પરમશક્તિની શક્તિના સાથ વિના, ઊંચકી શકીશ ક્યાંથી તું ભાર
જિત તારી તો થાશે. રાખીશ કાબૂમાં એ તું તારા આચાર ને વિચાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)