Hymn No. 4060 | Date: 26-Jul-1992
|
|
Text Size |
 |
 |
1992-07-26
1992-07-26
1992-07-26
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16047
હટી જાશે પ્રભુ જો જીવનમાંથી, જીવન એ તો જીવન ના રહેશે
હટી જાશે પ્રભુ જો જીવનમાંથી, જીવન એ તો જીવન ના રહેશે સુકાઈ જાશે પ્રેમની ધારા જો જીવનમાં, જીવન જીવવા જેવું ના રહેશે અધવચ્ચે તૂટી જાશે જો તું જીવનમાં, મંઝિલે ક્યાંથી તો પહોંચાશે જીવનમાં ઘા તો લાગતાને લાગતા રહેશે, એના વિના જીવન ક્યાંથી જીવાશે ખીલે ના જો ચંદ્ર પૂરો તો જગમાં, પૂનમ એ તો ક્યાંથી કહેવાશે ધરતી તો ઉમંગે ઝૂમશે, પ્રભાતની લાલી ધરતી પર જ્યાં પથરાશે ઉમંગભર્યું હાસ્ય મુખ પર તો પથરાશે, હૈયે નિર્મળતા જ્યાં છવાશે સ્વાર્થ કબજો હૈયાંનો તો જ્યાં લેશે, સબંધ જીવનમાં ના જળવાશે સંગ્રહમાં મન તો જેનું નિત્ય ગૂંથાશે, વેરાગ્ય ક્યાંથી એ કહેવાશે પ્રેમમાં આશાઓ તો જ્યાં ઊભરાશે, પ્રેમ સાચો એ ક્યાંથી કહેવાશે
https://www.youtube.com/watch?v=4iNZzD2QXEU
Satguru Shri Devendra Ghia (Kaka)
હટી જાશે પ્રભુ જો જીવનમાંથી, જીવન એ તો જીવન ના રહેશે સુકાઈ જાશે પ્રેમની ધારા જો જીવનમાં, જીવન જીવવા જેવું ના રહેશે અધવચ્ચે તૂટી જાશે જો તું જીવનમાં, મંઝિલે ક્યાંથી તો પહોંચાશે જીવનમાં ઘા તો લાગતાને લાગતા રહેશે, એના વિના જીવન ક્યાંથી જીવાશે ખીલે ના જો ચંદ્ર પૂરો તો જગમાં, પૂનમ એ તો ક્યાંથી કહેવાશે ધરતી તો ઉમંગે ઝૂમશે, પ્રભાતની લાલી ધરતી પર જ્યાં પથરાશે ઉમંગભર્યું હાસ્ય મુખ પર તો પથરાશે, હૈયે નિર્મળતા જ્યાં છવાશે સ્વાર્થ કબજો હૈયાંનો તો જ્યાં લેશે, સબંધ જીવનમાં ના જળવાશે સંગ્રહમાં મન તો જેનું નિત્ય ગૂંથાશે, વેરાગ્ય ક્યાંથી એ કહેવાશે પ્રેમમાં આશાઓ તો જ્યાં ઊભરાશે, પ્રેમ સાચો એ ક્યાંથી કહેવાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
hati jaashe prabhu jo jivanamanthi, JIVANA e to JIVANA na raheshe
sukaai jaashe premani dhara jo jivanamam, JIVANA jivava jevu na raheshe
adhavachche tuti jaashe jo tu jivanamam, manjile kyaa thi to pahonchashe
jivanamam gha to lagatane Lagata raheshe, ena veena JIVANA kyaa thi jivashe
khile na jo chandra puro to jagamam, punama e to kyaa thi kahevashe
dharati to umange jumashe, prabhatani lali dharati paar jya patharashe
umangabharyum hasya mukh paar to patharashe, haiye nirmalata jya chhavashe
swarth kabajo toashe sarahama jaashe toa jaashe toashe sahandam jashe, nashe jaashe toashe
jaashe jashe, mann sha veragya kyaa thi e kahevashe
prem maa ashao to jya ubharashe, prem saacho e kyaa thi kahevashe
|