જીવનના બધા દુઃખોનો તો છે, જીવનમાં તો એક જવાબ
શોધીને ભૂલ જીવનમાં તો તારી, જીવન તારું તો તું સુધાર
શોધીશ જો ના તું સાચા દિલથી, ચડશે નજરે ના એ તો લગાર
જીવન તો છે ભૂલોથી ભરેલું, કરી છે ભૂલો જીવનમાં તો તેં અપાર
છુપાઈ છે જીવનમાં એ તો એવી, દેખાશે ના એ તો તત્કાળ
ભૂલોને ભૂલોમાં, ડૂબ્યા જીવનમાં, હવે જીવન તારું તો તું સુધાર
જોવી જગની ભૂલો, દે જે છોડી જીવનમાં, તારી ભૂલો પર નજર તું નાંખ
અંકુશ વિનાનું જીવન તો ના શોભે, તારી ભૂલોને કાબૂમાં તું રાખ
સુખી રહેવું કે દુઃખી રહેવું જીવનમાં, છે જીવનમાં તો તારેને તારે હાથ
કરે છે વાર જીવનમા હવે તું શાને, જીવન જીવવું તો છે જ્યાં તારે હાથ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)